Morbi Municipal Corporation Recruitment 2026 | મોરબી મહાનગરપાલિકા ભરતી, પગાર ₹21,000

મોરબી મહાનગરપાલિકામાં આઉટસોર્સ માધ્યમથી વિવિધ પદો માટે નવીનતમ ભરતીની જાહેરાત કરી દેવામાં આવી છે. જે લોકોએ હાલમાં નોકરીની શોધમાં છે તો તેમના માટે સારા સમાચાર આવી ચુક્યા છે. આ ભરતીમાં કરાર આધારિત ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. આ લેખમાં આપણે મોરબી મહાનગરપાલિકાની આ ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પોસ્ટની વિગતો, લાયકાત, પગાર, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા અને જરૂરી દસ્તાવેજો વિશે સરળ ગુજરાતીમાં વિગતવાર સમજીશું. આ માહિતી તમારા માટે અરજી કરવામાં ઉપયોગી સાબિત થઇ શકે છે.

Table of Contents

Morbi Municipal Corporation Recruitment 2026 | મોરબી મહાનગરપાલિકા ભરતી 2026

મુખ્ય વિગતમાહિતી
સંસ્થાનું નામમોરબી મહાનગરપાલિકા
પદોવિવિધ
ભરતી વર્ષ2026
ભરતીનો પ્રકારકરાર આધારિત
સ્થળમોરબી, ગુજરાત
સત્તાવાર વેબસાઇટhttps://mmcgujarat.in/

જરૂરી તારીખો (Important Dates)

તારીખો એ કોઈપણ ભરતી પ્રક્રિયામાં અગત્યનો ભાગ ભજવે છે. આ ભરતીની જાહેરાત 28 ફેબ્રુઆરી 2026ના રોજ બહાર પાડવામાં આવી છે. ઉમેદવારોએ અરજી કરવા માટે ખૂબ જ ઓછો સમય મળ્યો છે કારણ કે છેલ્લી તારીખ 04 માર્ચ 2026 છે. એટલે કે, જાહેરાત આવ્યાના માત્ર 4-5 દિવસની અંદર તમારે તમારી અરજી ફોર્મ જમા કરી દેવાનું રહેશે.

ઉમેદવારોએ આ સમય મર્યાદાનું પાલન કરવું ફરજિયાત છે, કારણ કે 04 માર્ચ 2026 પછી અરજી પ્રક્રિયા સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવશે. મોડી અરજીઓને કોઈ પણ સંજોગોમાં સ્વીકારવામાં આવશે નહીં. તેથી, જેઓ લાયકાત ધરાવે છે તેઓએ તરત જ પોતાના દસ્તાવેજો તૈયાર કરી લેવા જોઈએ.

વિગતતારીખ
જાહેરાત બહાર પાડવાની તારીખ28-02-2026
અરજી કરવાની છેલ્લી તારીખ04-03-2026
ઇન્ટરવ્યૂની તારીખપછીથી જાહેર કરવામાં આવશે (ફોન/ઈમેલ દ્વારા)

પોસ્ટનું નામ અને જગ્યાઓની સંખ્યા (Post Names & Vacancies)

મોરબી મહાનગરપાલિકા દ્વારા કુલ 4 અલગ-અલગ પદો માટે ભરતી હાથ ધરવામાં આવી છે. આ તમામ પદો આઉટસોર્સિંગ એજન્સી મારફતે ભરવામાં આવશે. કુલ 40 જગ્યાઓ પર ભરતી થનાર છે. જેમાં વર્ક અસિસ્ટન્ટ, સર્વેયર, રિકવરી ઓફિસર અને સેનિટરી સબ ઇન્સ્પેક્ટરના પદોનો સમાવેશ થાય છે. દરેક પદ માટે 10 જગ્યાઓ છે, જે વિવિધ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોને તક પૂરી પાડે છે.

પદનું નામજગ્યાઓની સંખ્યા
વર્ક અસિસ્ટન્ટ (Work Assistant)10
સર્વેયર (Surveyor)10
રિકવરી ઓફિસર (Recovery Officer)10
સેનિટરી સબ ઇન્સ્પેક્ટર (Sanitary Sub Inspector)10
કુલ40
Morbi Municipal Corporation Recruitment 2026 Overview
Morbi Municipal Corporation Recruitment 2026 Overview

પગાર (Salary)

સરકારી વિભાગમાં નોકરીની સૌથી સારી બાબત પગાર હોય છે. મોરબી મહાનગરપાલિકા દ્વારા આ તમામ પદો માટે નક્કી કરેલ માસિક પગાર નક્કી કરવામાં આવ્યો છે. આ પગાર સંસ્થાના નિયમો મુજબ ચૂકવવામાં આવશે. આઉટસોર્સ સંસ્થાની ભરતી જાહેરાતમાં જણાવેલ માહિતી મુજબ, વર્ક અસિસ્ટન્ટ અને રિકવરી ઓફિસરને 20,000 રૂપિયા પ્રતિ માસ અને સર્વેયર તથા સેનિટરી સબ ઇન્સ્પેક્ટરને 21,000 રૂપિયા પ્રતિ માસ પગાર ચૂકવવામાં આવશે.

ક્રમપદનું નામપગાર (પ્રતિ માસ)
1વર્ક અસિસ્ટન્ટ₹20,000/-
2સર્વેયર₹21,000/-
3રિકવરી ઓફિસર₹20,000/-
4સેનિટરી સબ ઇન્સ્પેક્ટર₹21,000/-

વયમર્યાદા (Age Limit)

આ ભરતીમાં ઉંમરને લઈને ઉમેદવારોને મોટી રાહત આપવામાં આવી છે. જાહેરાત મુજબ, આ પદો માટે કોઈ વયમર્યાદા નથી. એટલે કે, લાયકાત ધરાવતો કોઈ પણ વ્યક્તિ જો ફિટ અને કામ કરવા સક્ષમ હોય તો તે આ ભરતીમાં ભાગ લઈ શકે છે. આ એક ખૂબ જ સારી તક છે. જો કે, વધુ માહિતી માટે ઉમેદવારોએ સંસ્થાનો સીધો સંપર્ક કરવો રહેશે.

વિગતમાહિતી
ન્યૂનતમ વયમર્યાદાનક્કી કરેલ નથી
મહત્તમ વયમર્યાદાકોઈ મર્યાદા નથી
વધુ સ્પષ્ટતા માટેસંસ્થાનો સંપર્ક કરવો

અરજી ફી (Application Fee)

નોકરી માટે અરજી કરતી વખતે ઘણી વખત મોટી રકમની અરજી ફી ભરવી પડે છે, પરંતુ મોરબી મહાનગરપાલિકાની આ ભરતીમાં ઉમેદવારોને મોટી રાહત આપવામાં આવી છે. આ ભરતી આઉટસોર્સ માધ્યમથી હોવાથી કોઈ અરજી ફી (No Application Fee) રાખવામાં આવી નથી. કોઈ પણ પ્રકારની અરજી ફી લેવામાં આવશે નહીં. ઉમેદવારો સીધા જ જાહેરાતમાં આપેલ ઈમેલ આઈડી પર મફતમાં અરજી કરી શકશે.

વિગતમાહિતી
અરજી ફી (તમામ વર્ગ માટે)કોઈ ફી નથી (Nil)

પદ મુજબની વિગતવાર પાત્રતા (Detailed Eligibility & Criteria)

મોરબી મહાનગરપાલિકાની આ ભરતીમાં માત્ર ડિગ્રી હોવી પૂરતી નથી, પરંતુ પદની જરૂરિયાત મુજબ અમુક ચોક્કસ કૌશલ્યો (Skills) પણ ધ્યાને લેવામાં આવશે. નીચે મુજબની વિગતવાર પાત્રતા તપાસીને જ અરજી કરવી:

1. વર્ક અસિસ્ટન્ટ (Work Assistant)

  • શૈક્ષણિક લાયકાત: સરકાર માન્ય સંસ્થામાંથી સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા.
  • અનુભવ: આ પદ માટે ફ્રેશર (Freshers) ઉમેદવારો પણ અરજી કરી શકે છે. જો તમારી પાસે અનુભવ નથી પરંતુ ટેકનિકલ જ્ઞાન સારું છે, તો તમને પ્રાધાન્ય મળી શકે છે.
  • જરૂરી કૌશલ્ય: સાઇટ પર મેઝરમેન્ટ લેવાની સમજ અને બેઝિક સિવિલ ડ્રોઈંગ વાંચતા આવડવું જોઈએ.

2. સર્વેયર (Surveyor)

  • શૈક્ષણિક લાયકાત: સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા અથવા સર્વેયરનો સ્પેશિયલ કોર્સ.
  • અનુભવ: આ પદ માટે ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ ફરજિયાત છે. રોડ અથવા જમીન માપણીના પ્રોજેક્ટમાં કામ કરેલ હોવું જોઈએ.
  • ટેકનિકલ જ્ઞાન: Auto-CAD અને સર્વેના આધુનિક સાધનો (Auto Level, Total Station) વાપરવાનું જ્ઞાન હોવું જરૂરી છે.

3. રિકવરી ઓફિસર (Recovery Officer)

  • શૈક્ષણિક લાયકાત: B.Com અથવા M.Com (કોમર્સ ગ્રેજ્યુએટ).
  • અનુભવ: બેંકિંગ, ફાયનાન્સ અથવા રિકવરી સેક્ટરમાં 2 વર્ષનો અનુભવ.
  • કોમ્પ્યુટર જ્ઞાન: આ પદ એકાઉન્ટિંગ સાથે જોડાયેલું હોવાથી MS Office (ખાસ કરીને Excel) અને Tally સોફ્ટવેરનું બેઝિક જ્ઞાન હોવું જરૂરી છે. ગુજરાતી અને અંગ્રેજી ટાઈપિંગ આવડતું હોય તેવા ઉમેદવારોને ઇન્ટરવ્યૂમાં વધુ લાભ મળશે.

4. સેનિટરી સબ ઇન્સ્પેક્ટર (Sanitary Sub Inspector)

  • શૈક્ષણિક લાયકાત: સરકાર માન્ય SI (Sanitary Inspector) નો ડિપ્લોમા કોર્સ પાસ કરેલ હોવો જોઈએ.
  • અનુભવ: અનુભવની ખાસ જરૂરિયાત નથી, પરંતુ જો અગાઉ કોઈ પાલિકા કે પંચાયતમાં કામ કર્યું હોય તો તે ધ્યાને લેવામાં આવશે.
  • અન્ય: ફિલ્ડ વર્ક હોવાથી ઉમેદવાર શારીરિક રીતે સક્ષમ હોવા જોઈએ અને મોરબી શહેરના વિસ્તારોથી પરિચિત હોવા જોઈએ.
ક્રમપદનું નામશૈક્ષણિક લાયકાતજરૂરી અનુભવ
1વર્ક અસિસ્ટન્ટસિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમાનહિવત્
2સર્વેયરસિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા2 વર્ષ
3રિકવરી ઓફિસરB.Com / M.Com2 વર્ષ
4સેનિટરી સબ ઇન્સ્પેક્ટરસેનિટરી ઇન્સ્પેક્ટરમાં ડિપ્લોમાનહિવત્

પસંદગી પ્રક્રિયા (Selection Process)

ઉમેદવારોની પસંદગી કેવી રીતે થશે, એ જાણવું ખૂબ જરૂરી છે. મોરબી મહાનગરપાલિકા દ્વારા આ ભરતી માટે પસંદગીની પ્રક્રિયા સરળ રાખવામાં આવી છે. ઉમેદવારોની પસંદગી વ્યક્તિગત ઇન્ટરવ્યૂ (Personal Interview) દ્વારા કરવામાં આવશે. ઇન્ટરવ્યૂની તારીખ અને સ્થળ અંગેની માહિતી જાહેરાતમાં આપવામાં આવી નથી.

શક્યતા એવી છે કે શોર્ટલિસ્ટ કરાયેલા ઉમેદવારોને ફોન ટેક્સ્ટ મેસેજ, ટેલિફોનિક સંદેશા અથવા ઈમેઈલ માધ્યમથી ઇન્ટરવ્યૂની તારીખ અને સ્થળની જાણકારી આપવામાં આવશે. ઉમેદવારોએ તેમના ઈમેઈલ અને ફોન ચાલુ રાખવા જરૂરી છે.

વિગતમાહિતી
પસંદગીનો મુખ્ય આધારઇન્ટરવ્યૂ
ઇન્ટરવ્યૂની માહિતી કેવી રીતે મળશે?ફોન / ટેક્સ્ટ મેસેજ / ઈમેઈલ દ્વારા
ડોક્યુમેન્ટ વેરિફિકેશનઇન્ટરવ્યૂ સમયે નોટરી કરેલ (True Copy) સાથે ઓરીજનલ ચકાસણી

જરૂરી દસ્તાવેજો (Required Documents)

ઇન્ટરવ્યૂમાં જવાની સાથે સાથે, ઉમેદવારોએ પોતાની સાથે ચોક્કસ દસ્તાવેજો લઈ જવાના ફરજિયાત છે. આ દસ્તાવેજો ઉમેદવારની ઓળખ, લાયકાત અને અનુભવને પ્રમાણિત કરે છે. અરજી કરતી વખતે પણ આ દસ્તાવેજોની સ્વ-પ્રમાણિત નકલો (Self-Attested Copies) ઈમેલ સાથે જોડવી ફરજિયાત છે. ઇન્ટરવ્યૂ સમયે, ઉમેદવારે ઓરીજનલ દસ્તાવેજો અને નોટરી કરેલ (True Copy) દસ્તાવેજો સાથે લાવવાના રહેશે.

જરૂરી દસ્તાવેજોની યાદી:

  • સીવી / રિઝ્યુમ (CV/Resume)
  • આધારકાર્ડ (Aadhar Card)
  • તાજેતરનો ફોટો (Recent Passport Size Photo)
  • શૈક્ષણિક લાયકાતના માર્કશીટ અને ડિગ્રી (Mark-sheet & Degree)
  • અનુભવ પ્રમાણપત્ર (જો હોય તો) (Experience Certificate)

ફરજ / બજાવવાની કામગીરી (Detailed Job Roles)

મોરબી મહાનગરપાલિકામાં પસંદગી પામેલા ઉમેદવારોએ જે-તે વિભાગના ઉપરી અધિકારીના માર્ગદર્શન હેઠળ નીચે મુજબની જવાબદારીઓ નિભાવવાની રહેશે:

1. વર્ક અસિસ્ટન્ટ (Work Assistant)

  • પાલિકાના ચાલતા સિવિલ પ્રોજેક્ટ્સ (જેમ કે રોડ, ગટર, અથવા બિલ્ડિંગ)નું સ્થળ પર જઈને સુપરવિઝન કરવું.
  • કામની ગુણવત્તા અને વપરાતા મટીરિયલનું ધોરણ જાળવવું.
  • રોજિંદા કામનો રિપોર્ટ તૈયાર કરી સિનિયર એન્જિનિયરને સબમિટ કરવો.
  • બાંધકામ સાઇટ પર મજૂરો અને કોન્ટ્રાક્ટરો સાથે સંકલન કરવું.

2. સર્વેયર (Surveyor)

  • જમીન માપણીના સાધનો (Total Station, GPS, Leveling) દ્વારા ચોક્કસ સર્વે કરવો.
  • શહેરના નવા ડેવલપમેન્ટ પ્લાન માટે નકશા તૈયાર કરવામાં મદદ કરવી.
  • પાલિકાની મિલકતોની સીમાઓ નક્કી કરવી અને દબાણ હટાવવાની કામગીરીમાં ટેકનિકલ માપણી આપવી.
  • સર્વે ડેટાને ડિજિટલ ફોર્મેટ કે ડ્રોઈંગમાં રૂપાંતરિત કરવો.

3. રિકવરી ઓફિસર (Recovery Officer)

  • મોરબી પાલિકાના બાકી રહેલા પ્રોપર્ટી ટેક્સ (મિલકત વેરો), પાણી વેરો અને અન્ય વેરાઓની વસૂલાત કરવી.
  • ડિફોલ્ટરોને નોટિસ પાઠવવી અને વેરો ભરવા માટે સમજાવટ કરવી.
  • વસૂલાત થયેલા નાણાંનો હિસાબ રાખવો અને બેંકિંગ કામગીરી સંભાળવી.
  • વેરા વસૂલાત માટે ફિલ્ડ વિઝિટ કરવી અને જરૂર પડે કાયદેસરની જપ્તી પ્રક્રિયામાં સાથ આપવો.

4. સેનિટરી સબ ઇન્સ્પેક્ટર (Sanitary Sub Inspector)

  • શહેરના જે-તે વોર્ડમાં સફાઈ કામદારોની હાજરી તપાસવી અને કચરાના નિકાલની દેખરેખ રાખવી.
  • જાહેર સ્થળો, હોસ્પિટલો કે હોટલોમાં સ્વચ્છતાના ધોરણોની ચકાસણી કરવી.
  • પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશ સામે દંડકીય કાર્યવાહી કરવી.
  • રોગચાળો ફેલાતો અટકાવવા માટે ફોગિંગ અને જંતુનાશક દવાઓના છંટકાવનું આયોજન કરવું.

અરજી પ્રક્રિયા (How to Apply / Application Process)

મોરબી મહાનગરપાલિકાની આ ભરતી માટેની સમગ્ર અરજી પ્રક્રિયા ઓનલાઈન (ઈમેલ માધ્યમથી) છે. અધિકૃત ભરતી જાહેરનામામાં આપેલી વિગતો અનુસાર, ઉમેદવારોએ ઓફલાઈન માધ્યમ જેવા કે પોસ્ટ, કુરિયર અથવા રૂબરૂ જઈ અરજી કરવાની જરૂર નથી. અરજી કરવા માટે નીચેના સ્ટેપ્સ ફોલો કરો:

  1. સૌથી પહેલા, બધા જરૂરી દસ્તાવેજો જેવા કે રિઝ્યુમ, શૈક્ષણિક લાયકાત, અનુભવ પ્રમાણપત્ર, આધારકાર્ડ વગેરેની સ્કેન કરેલી નકલો (Scan Copies) તૈયાર રાખો.
  2. હવે તમારું ઈમેલ આઈડી ખોલો. ઈમેલના વિષય (Subject) માં સ્પષ્ટપણે તમે જે પદ માટે અરજી કરવા માંગો છો તેનું નામ લખો. “અરજી: [પદનું નામ] માટે” (ઉદાહરણ: અરજી: સર્વેયર માટે).
  3. ઈમેલના બોડીમાં તમારું નામ, સંપર્ક નંબર અને તમે કયા પદ માટે અરજી કરી રહ્યા છો તે લખો.
  4. હવે તમે તૈયાર કરેલા બધા દસ્તાવેજોની સ્કેન કોપી (રિઝ્યુમ, આધાર કાર્ડ, શૈક્ષણિક લાયકાત, કામનો અનુભવ તથા જરૂરી દસ્તાવેજો)ને ઈમેલ સાથે અટેચ (Attach) કરો.
  5. આ ઈમેલ સત્તાવાર જાહેરાતમાં આપેલ ઈમેલ સરનામાં info@humabizcon.com પર મોકલી આપો.
  6. છેલ્લી તારીખ 04 માર્ચ 2026 છે અને તે પહેલા ઈમેલ મોકલાઈ જાય તે જરૂરી છે.

અરજી માટે ઈમેલ કેવી રીતે લખવો? (Sample Email Format)

ઘણા ઉમેદવારો માત્ર દસ્તાવેજો મોકલી દેતા હોય છે, પરંતુ પ્રોફેશનલ રીતે ઈમેલ લખવાથી તમારી પસંદગી થવાની શક્યતા વધી જાય છે. તમે નીચે મુજબનું ફોર્મેટ વાપરી શકો છો:

ઈમેલ સબ્જેક્ટ (Subject): Application for the Post of [તમારું પદ] – [તમારું નામ] (ઉદાહરણ: Application for the Post of Surveyor – Rajesh Kumar)

ઈમેલ લખાણ (Body):

Respected Sir/Madam,

હું મોરબી મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલી [અહીં તમારા પદનું નામ લખો, જેમ કે: સર્વેયર/વર્ક અસિસ્ટન્ટ] ની ભરતી માટે અરજી કરવા માંગુ છું.

આ ઈમેલ સાથે મેં મારું અપડેટ કરેલું રિઝ્યુમ (CV), શૈક્ષણિક લાયકાતની માર્કશીટ અને અનુભવના પ્રમાણપત્રો જોડ્યા છે. કૃપા કરીને મારી ઉમેદવારી ધ્યાને લેવા વિનંતી છે.

જો મારી લાયકાત આ પદ માટે યોગ્ય જણાય, તો મને ઇન્ટરવ્યૂ માટે જાણ કરવા નમ્ર વિનંતી.

Regards,

[તમારું આખું નામ]

મોબાઈલ નંબર: [તમારો નંબર]

સરનામું: [તમારું શહેર/ગામ]

ઈમેલ કરતી વખતે ધ્યાનમાં રાખવાની ખાસ બાબતો:

  • PDF ફોર્મેટ: તમારા બધા દસ્તાવેજો (રિઝ્યુમ, આધારકાર્ડ, માર્કશીટ) ને અલગ-અલગ ફોટાને બદલે એક જ PDF ફાઈલ બનાવીને મોકલવાનો આગ્રહ રાખો.
  • સ્પષ્ટ ફોટા: જો તમે ફોટા પાડીને મોકલો છો, તો લખાણ વંચાય તેવા ચોખ્ખા ફોટા હોવા જોઈએ.
  • એક જ અરજી: જાહેરાત મુજબ, તમે ફક્ત એક જ પદ માટે અરજી કરી શકો છો, તેથી જે પદ માટે તમે સૌથી વધુ લાયક હોવ તેની જ પસંદગી કરો.
  • સમય મર્યાદા: છેલ્લી તારીખ 04-03-2026 ના રોજ રાત્રે 12 વાગ્યા પહેલા ઈમેલ મોકલી દેવો.

ઇન્ટરવ્યૂની તૈયારી કેવી રીતે કરવી? (How to Prepare for Interview?)

આ ભરતીમાં પસંદગી ઇન્ટરવ્યૂ પર આધારિત હોવાથી, તેની તૈયારી ખૂબ જ જરૂરી છે. અહીં કેટલીક સરળ ટિપ્સ આપેલ છે તેને ફોલો કરીને તમે આ ભરતીમાં સફળતા મેળવી શકો છો.

  1. પાલિકા વિશે જાણો: મોરબી મહાનગરપાલિકા અને તેની કામગીરી વિશે માહિતી ભેગી કરો. આ માહિતી જાણવા માટે તમે ગૂગલની મદદ લઇ શકો છો.
  2. રીઝયુમ વ્યસ્થિત બનાવો: તમે તમારા રિઝ્યુમમાં જે લખ્યું છે, તેના દરેક મુદ્દા વિશે વિગતવાર જાણો. ઇન્ટરવ્યુમાં પ્રશ્નો મોટેભાગે તમારા રિઝ્યુમ પરથી જ પૂછાય છે.
  3. અનુભવ તૈયાર કરો: જો તમે અનુભવી છો, તો તમારા જૂના પ્રોજેક્ટ્સ, કામગીરી અને મેળવેલ સફળતાઓ યાદ કરો. જો ફ્રેશર હોવ તો તમારા ઇન્ટર્નશિપ અથવા પ્રોજેક્ટ વર્ક વિશે તૈયારી કરો.
  4. બેઝિક જ્ઞાન: તમારા વિષય (Engineering, Commerce, Sanitary) સંબંધિત બેઝિક પ્રશ્નોના જવાબો તૈયાર રાખો. ઉદાહરણ તરીકે, સર્વેયર માટે સર્વેના પ્રકારો, રિકવરી ઓફિસર માટે આવકના સ્ત્રોત વગેરે.
  5. પ્રામાણિક રહો: ઇન્ટરવ્યૂમાં પ્રામાણિકતા અને આત્મવિશ્વાસ સૌથી અગત્યનું છે. જે ખબર ન હોય તે “ના” કહેવાની ટેવ પાડો.

ઈન્ટરવ્યૂમાં પૂછાઈ શકે તેવા સંભવિત પ્રશ્નો (Expected Interview Questions)

મોરબી મહાનગરપાલિકાની આ ભરતીમાં પસંદગીનો મુખ્ય આધાર વ્યક્તિગત ઇન્ટરવ્યૂ છે. તમારી તૈયારી માટે અહીં પદ મુજબ કેટલાક મહત્વના પ્રશ્નોની યાદી આપેલ છે:

1. વર્ક અસિસ્ટન્ટ અને સર્વેયર માટે:

  • ટેકનિકલ પ્રશ્ન: સાઇટ પર લેવલિંગ (Leveling) કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?
  • પ્રોજેક્ટ મેનેજમેન્ટ: જો કોન્ટ્રાક્ટર નબળું મટીરિયલ વાપરે, તો તમે એક વર્ક અસિસ્ટન્ટ તરીકે શું પગલાં લેશો?
  • સાધનોનું જ્ઞાન: ટોટલ સ્ટેશન (Total Station) અને ઓટો લેવલનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવે છે?

2. સેનિટરી સબ ઇન્સ્પેક્ટર (SSI) માટે:

  • ઘન કચરા સંચાલન: ‘Solid Waste Management Rules’ મુજબ સૂકો અને ભીનો કચરો અલગ કરવો કેમ અનિવાર્ય છે?
  • જાહેર આરોગ્ય: ચોમાસા દરમિયાન શહેરમાં ડેન્ગ્યુ કે મેલેરિયા જેવા રોગો અટકાવવા માટે તમે કેવા આયોજન કરશો?
  • દંડકીય કાર્યવાહી: જો કોઈ જાહેર રસ્તા પર કચરો ફેંકતા પકડાય, તો નગરપાલિકાના કયા નિયમ મુજબ તમે દંડ કરી શકો?

3. રિકવરી ઓફિસર માટે:

  • ટેક્સ ગણતરી: પ્રોપર્ટી ટેક્સ (મિલકત વેરો) ની ગણતરી કાર્પેટ એરિયા મુજબ કેવી રીતે કરવામાં આવે છે?
  • વાતચીતની આવડત: જો કોઈ મોટો ડિફોલ્ટર વેરો ભરવાની ના પાડે, તો તમે તેને કઈ રીતે સમજાવશો?
  • કાયદાકીય જ્ઞાન: વેરો ન ભરનારની મિલકત સીલ કરવાની પ્રક્રિયા વિશે તમે શું જાણો છો?

4. સામાન્ય પ્રશ્નો (General Questions):

  • તમે મોરબી શહેરની વર્તમાન સમસ્યાઓ વિશે શું જાણો છો અને તેના ઉકેલ માટે તમારું શું યોગદાન હશે?
  • તમે આઉટસોર્સિંગ માધ્યમથી આ નોકરીમાં કેમ જોડાવા માંગો છો?
  • તમે દબાણ હેઠળ કે ફિલ્ડમાં કામ કરવા માટે સક્ષમ છો?

મહત્વપૂર્ણ સૂચનાઓ (Important Instructions & Guidelines)

ઉમેદવારોએ અરજી કરતા પહેલા અને ઇન્ટરવ્યૂમાં જતી વખતે નીચે મુજબની બાબતો ખાસ ધ્યાનમાં રાખવી:

  • કરારનો સમયગાળો (Contract Period): આ ભરતી સંપૂર્ણપણે આઉટસોર્સિંગ માધ્યમથી કરાર આધારિત છે. સામાન્ય રીતે આ કરાર 11 મહિના માટે હોય છે, પરંતુ પ્રોજેક્ટની જરૂરિયાત અથવા ઉમેદવારની કામગીરીના આધારે કરાર લંબાવવામાં આવી શકે છે અથવા પ્રોજેક્ટ પૂર્ણ થતા કરાર સમાપ્ત પણ થઈ શકે છે.
  • અસલ પ્રમાણપત્રો (Original Documents): ઇન્ટરવ્યૂ સમયે તમારી પાસે તમામ શૈક્ષણિક લાયકાત અને અનુભવના અસલ (Original) પ્રમાણપત્રો હોવા અનિવાર્ય છે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન વગર પસંદગી પ્રક્રિયા આગળ વધશે નહીં.
  • છેલ્લી તારીખનું ધ્યાન: ઇમેઇલ દ્વારા અરજી કરવાની છેલ્લી તારીખ 04 માર્ચ 2026 છે. ટેકનિકલ ખામી કે ઇન્ટરનેટ ઇશ્યુથી બચવા માટે છેલ્લી ઘડીની રાહ જોયા વગર વહેલી તકે ઇમેઇલ કરી દેવો.
  • સાવચેતી (Fraud Alert): મોરબી મહાનગરપાલિકા કે રિક્રુટમેન્ટ એજન્સી આ ભરતી માટે કોઈ પણ પ્રકારના પૈસા કે લાંચની માંગણી કરતી નથી. જો કોઈ વ્યક્તિ નોકરી અપાવવાના બહાને પૈસા માંગે, તો તેનાથી સાવધ રહેવું. પસંદગી માત્ર તમારી લાયકાત અને ઇન્ટરવ્યૂના પ્રદર્શન પર જ થશે.
  • એક જ અરજી: એક ઉમેદવાર માત્ર એક જ પદ માટે અરજી કરી શકશે. જો તમે એકથી વધુ પદ માટે ઇમેઇલ કરશો, તો તમારી અરજી રદ થવાની શક્યતા રહેલી છે.

સંપર્ક વિગત (Contact Information)

જો ઉમેદવારોને આ ભરતી અથવા અરજી પ્રક્રિયા બાબતે કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય, તો તેઓ નીચે દર્શાવેલ સરનામે અથવા સત્તાવાર માધ્યમથી સંપર્ક કરી શકે છે:

  • કચેરીનું સરનામું: મોરબી મહાનગરપાલિકા કચેરી, ટાઉન હોલ પાસે, મોરબી, ગુજરાત – 363641.
  • અરજી માટેનું ઈમેલ આઈડી: info@humabizcon.com
  • સત્તાવાર વેબસાઇટ: https://mmcgujarat.in/
  • સમય: સવારે 10:30 થી સાંજના 06:10 સુધી (સરકારી રજાઓ સિવાય).

નોંધ: ઉમેદવારોને વિનંતી છે કે ફોન કે રૂબરૂ મુલાકાત લેતા પહેલા સત્તાવાર જાહેરાત (Notification) ધ્યાનથી વાંચી લેવી. અરજી માત્ર ઈમેલ દ્વારા જ સ્વીકારવામાં આવશે, તેથી રૂબરૂ જઈને ફોર્મ જમા કરાવવાનો આગ્રહ રાખવો નહીં.

Morbi Municipal Corporation Recruitment 2026 : વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)

ઉમેદવારો આ ભરતી ને લગતા પ્રશ્નો વારંવાર ગૂગલ પર સર્ચ કરે છે જેના જવાબો તમે નીચે મુજબ જોઈ શકો છો.

Q1. મોરબી મહાનગરપાલિકાની આ ભરતીમાં કયા કયા પદોનો સમાવેશ થાય છે?

A. આ ભરતીમાં વર્ક અસિસ્ટન્ટ, સર્વેયર, રિકવરી ઓફિસર અને સેનિટરી સબ ઇન્સ્પેક્ટર પદોનો સમાવેશ થાય છે.

Q2. આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

A. આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 04 માર્ચ 2026 છે.

Q3. આ ભરતી માટે અરજી કરવાની પ્રક્રિયા શું છે?

A. આ ભરતી માટે સત્તાવાર જાહેરાતમાં આપેલ ઈમેલ પર દસ્તાવેજો સાથે ઓનલાઈન અરજી કરવાની રહેશે.

Q4. શું આ ભરતી માટે કોઈ અરજી ફી છે?

A. ના, આ આઉટસોર્સ ભરતી માટે કોઈ અરજી ફી નથી. ઉમેદવારો મફતમાં અરજી કરી શકે છે.

Q5. આ ભરતી માટે લઘુત્તમ અને મહત્તમ વયમર્યાદા શું છે?

A. આ ભરતી માટે કોઈ વયમર્યાદા નક્કી કરવામાં આવી નથી. લાયકાત ધરાવતા તમામ ઉમેદવારો અરજી કરી શકે છે.

Q6. આ ભરતીમાં પસંદગી કેવી રીતે થશે?

A. આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી વ્યક્તિગત ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.

Q7. વર્ક અસિસ્ટન્ટ પદ માટે કેટલો પગાર મળશે?

A. વર્ક અસિસ્ટન્ટ પદ માટે દર મહિને રૂ. 20,000 પગાર ચૂકવવામાં આવશે.

Q8. શું એક ઉમેદવાર બે પદ માટે અરજી કરી શકે છે?

A. ના, જાહેરાત મુજબ દરેક ઉમેદવાર માત્ર એક જ પદ માટે અરજી કરી શકશે.

આ લેખ સંબંધિત મહત્વની લિંક્સ:

અહીં અમે આ ભરતી સંબંધિત સત્તાવાર લિંક આપી છે જેના પર ક્લિક કરી તમે સત્તાવાર વેબસાઈટ પર જઈ જાહેરાત વાંચી શકો છો તથા અરજી કરી શકો છો.

    મોરબી મહાનગરપાલિકા વિશે (About Morbi Municipal Corporation)

    મોરબી મહાનગરપાલિકા (MMC) એ ગુજરાતના ઔદ્યોગિક હબ ગણાતા મોરબી શહેરના વહીવટ અને નાગરિક સુવિધાઓ માટે જવાબદાર મુખ્ય સંસ્થા છે. મોરબીને હાલમાં જ મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો હોવાથી, શહેરમાં વહીવટી માળખું મજબૂત કરવાની પ્રક્રિયા ઝડપથી ચાલી રહી છે.

    • કાર્યક્ષેત્ર: MMC સમગ્ર મોરબી શહેર અને તેના આસપાસના વિકસતા વિસ્તારોમાં રસ્તા, પાણી, ગટર વ્યવસ્થા અને સ્ટ્રીટ લાઈટ જેવી પાયાની સુવિધાઓ પૂરી પાડે છે.
    • ચાલુ પ્રોજેક્ટ્સ: હાલમાં મોરબીમાં ‘સ્વચ્છ ભારત મિશન’ હેઠળ ઘન કચરા સંચાલન (Solid Waste Management) અને ‘અમૃત યોજના’ અંતર્ગત ડ્રેનેજ લાઈન તથા પીવાના પાણીના નેટવર્કને આધુનિક બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આ ઉપરાંત, શહેરના મુખ્ય માર્ગોના નવીનીકરણ અને નવા બગીચાઓના વિકાસના પ્રોજેક્ટ્સ પણ પાલિકાના એજન્ડામાં છે.
    • લક્ષ્ય: મોરબીને પ્રદૂષણ મુક્ત, સ્વચ્છ અને સ્માર્ટ સિટી બનાવવું એ પાલિકાનું મુખ્ય લક્ષ્ય છે, જેના માટે આ નવી ભરતી દ્વારા કુશળ ઉમેદવારોની પસંદગી કરવામાં આવી રહી છે.

    નિષ્કર્ષ

    મોરબી મહાનગરપાલિકાની આ આઉટસોર્સ ભરતી એ સરકારી સંસ્થામાં કામ કરવાની સારી તક સાબિત થઈ શકે છે. અરજી પ્રક્રિયા ઓનલાઇન છે, કોઈ અરજી ફી નથી તથા નાની-મોટી તેમજ બિનઅનુભવી લોકો પણ આ ભરતીમાં અરજી કરી શકે છે. આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ફક્ત ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે જે લાયકાત ધરાવતા લોકો માટે સારી વાત છે. જો તમે પણ લાયકાત ધરાવો છો તો અરજી કરી ત્યારબાદ ઇન્ટરવ્યૂની તૈયારી શરુ કરી દો. આ ભરતી તમને અનુભવની સાથે ભવિષ્યની તકો માટે પણ ઉપયોગી છે. આવી જ ભરતીની માહિતી માટે અમારી વેબસાઈટની મુલાકાત લેતા રહો.

    Disclaimer

    આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી મોરબી મહાનગરપાલિકા (આઉટસોર્સિંગ એજન્સી) દ્વારા બહાર પાડવામાં આવેલી જાહેરાત પર આધારિત છે. આ માહિતી ફક્ત માર્ગદર્શન અને જાણકારીના હેતુ માટે છે. વાચકોને વિનંતી છે કે તેઓ કોઈપણ અરજી કરતા પહેલા સત્તાવાર સ્ત્રોતો પરથી માહિતી ચકાસી લે. ભરતી અંગેના તમામ આખરી નિર્ણયો માટે મોરબી મહાનગરપાલિકા અને તેમની આઉટસોર્સિંગ એજન્સી જવાબદાર રહેશે. આ વેબસાઈટ કે લેખક તેની કોઈ જવાબદારી લેશે નહીં.

    Leave a Comment